ગુનાનો ભોગ બનનારા માટેની હેલ્પલાઈન
ઉપલબ્ધ: સવારના 8 - રાત્રીના 11 વાગ્યા સુધી, સપ્તાહમાં 7 દિવસ
કોલ કરો: 1800 819 817
લેખિત મેસેજ કરો: 0427 767 891
ઈ-મેઈલ: vsa@justice.vic.gov.au
નીચેના હેતુઓ માટે હેલ્પલાઈનને કોલ કરો, લખો કે ઈ-મેઈલ કરો:
- પોલીસને ગુનાની જાણ કેવી રીતે કરવી તે શોધી કાઢવા માટે
- તમને મદદ કરી શકે છે તેવી અન્ય સેવાઓ મેળવવા માટે
- વિક્ટોરીયાનું ન્યાય તંત્ર કેવી રીતે કામ કરે છે તેના વિશેની માહિતી મેળવવા માટે
- જો તમારે અદાલતમાં એક સાક્ષી બનવાનું હોય તો મદદ મેળવવા માટે
- વળતર અને આર્થિક સહાય માટે અરજી કરવા મદદ મેળવવા માટે – જો તમે યોગ્યતા ધરાવતા હો
- તમને અને તમારા પરિવારને સલામત રાખવા માટે તમે શું કરી શકો તે જાણવા માટે.
જો તમે અત્યારે ભયમાં હોવ તો, પોલીસને ત્રણ શૂન્ય (000) ઉપર કોલ કરો. તમે પણ પોલીસ સ્ટેશને જઈ શકો છો.
અમે ઘણી જુદી જુદી સ્થિતિઓમાં લોકોને મદદ કરીએ છીએ
દરેક વર્ષે, અમે જુદી જુદી ઉંમર, જાતિઓ અને પૃષ્ઠભૂમિના હજારો લોકો, કે જેઓ ગુનાનો ભોગ બન્યા હોય છે, તેમને મદદ કરીએ છીએ.
તમે પોલીસને ગુનાની જાણ કરવા ના માંગતાહોવ તો પણ, અમે તમને મદદ કરી શકીએ છીએ
પોલીસને ગુના અંગે જણાવવાના ફાયદાકારક કારણો હોય છે. તેઓ તમારા રીપોર્ટને ગંભીરતાથી લેશે અને જેણે ગુનો કર્યો છે તે વ્યક્તિને શોધવાની કોશિશ કરશે. તેઓ તમારું રક્ષણ પણ કરી શકે છે.
જો તમે રીપોર્ટ કરવા માટે તૈયાર ના હોવ તો અથવા પોલીસ સાથે વાત કરવા અંગે ચિંતા અનુભવતા હોવ તો, હેલ્પલાઈન નીચેની બાબતો કરશે:
- તમારી સાથે વાત કરશે અને તમારી પરિસ્થિતિ સમજશે
- તમે ગુનાનો રીપોર્ટ ના કરવા માંગતા હો તો પણ, એવી સેવાઓ શોધશે જે તમને મદદ કરી શકે
- જો તમે ઈચ્છો તો, પોલીસ સાથે વાત કરવામાં તમારી મદદ કરશે.
તમે એક દુભાષિયાનો ઉપયોગ કરી શકો છો
જો તમારે જરૂર હોય તો, હેલ્પલાઈન તમને એક મફત દુભાષિયાની સેવા આપશે. તમે, તમારા માટે એક દુભાષિયો મેળવવા માટે હેલ્પલાઈનને કોલ કરવા માટે બીજા કોઇને પણ કહી શકો છો.
એક દુભાષિયો મેળવવા માટે:
- 1800 819 817 ઉપર હેલ્પ લાઈનને કોલ કરો
- તેમને તમારું નામ, ફોન નંબર અને ભાષા જણાવો
- દુભાષિયો તમને સામો ફોન કરશે.
જજ્યારે દુભાષિયો કોલ કરે છે ત્યારે તે ‘એક ખાનગી નંબર’, ‘બ્લોકડ’ અથવા ‘નો કોલર આઈડી’ ('private number', 'blocked' or 'no caller ID') તરીકે તમારા મોબાઈલ ફોન ઉપર પ્રદર્શિત થઇ શકે છે.
Updated